World Mother Tongue Day Celebration

“મા, માટી અને માતૃભાષા ની તુલના અશક્ય છે “

21 ફેબ્રુઆરી ના રોજ વિશ્વ માતૃભાષા દિવસ ની ઉજવણી, શ્રી અમરજ્યોતિ સરસ્વતી વિદ્યાલયમાં કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો પ્રસ્તુત કરી, માતૃભાષા નું મહત્વ દર્શાવાયું. વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું. તેમાં નાટક, કાવ્યપઠન અને જીવનનો સંદેશ આપતો સુવિચાર કકો રજૂ કરવામાં આવ્યો. ‘માતૃભાષા એટલે હૃદયની ભાષા’ માણસ માત્ર પોતાના હૃદયના ભાવ, વિચારો અને સપનાઓ હંમેશા માતૃભાષામાં જ જુએ છે. સંસ્કારો અને સંસ્કૃતિની જાળવણી કરતી માતૃભાષા આપણી ધરોહર કહેવાય છે.


Click here to view Facebook Photo Album


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *